લંડનઃ BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો આરંભ 1996માં થયા પછી સૌપ્રથમ વખત ચિગવેલ દ્વારા તેની યજમાની કરાઈ હતી. એક ટીમમાં પાંચ સભ્ય સાથેની આ સ્પર્ધામાં 45થી વધુ ટીમે ભાગ લીધો હતો તેમજ સમગ્ર યુકે, આયર્લેન્ડ તથા નેધરલેન્ડ્ઝમાંથી 300થી વધુ ખેલાડી જોડાયા હતા. 2024ની ટુર્નામેન્ટમાં નવું ફોર્મેટ લાગુ કરાયું હતું. K1 ની 18 ટીમને ત્રણ ગ્રૂપમાં અને K2ની 27 ટીમને પાંચ ગ્રૂપમાં વહેંચી દેવાઈ હતી. 2023 ની ચેમ્પિયન નોર્થ લંડન બાર્નેટનો બર્મિંગહામ A વિરુદ્ધ 1-0 થી આંચકાજનક પરાજય થતા તે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.
અમૃત કપ K1 સેમિ ફાઈનલ્સમાં ચાર અલગ પ્રદેશની ટીમ વચ્ચે સ્પર્ધા જામી હતી. વેસ્ટ લંડને હેરો-બ્રેન્ટ F સામે 1-0થી વિજય મેળવ્યો હતો જ્યારે ઈસ્ટ લંડનCએ લૂટનA સામે 2-1થી વિજય મેળવ્યો હતો. K1 ફાઈનલમાં વેસ્ટ લંડને પરમ પટેલ અને મહર્ષિ પટેલના નિર્ણાયક ગોલ્સ થકી ઈસ્ટ લંડનC વિરુદ્ધ 2-1 થી વિજય હાંસલ કર્યો હતો.
અમૃત કપ K2 સેમિ ફાઈનલ્સમાં ચારમાંથી ત્રણ ટીમ લેસ્ટરની હતી. લેસ્ટર Gએ લેસ્ટર Eને પેનલ્ટી શૂટઆઉટ્સમાં પરાજિત કરી હતી જ્યારે હેરો-બ્રેન્ટ Gએ લેસ્ટર F ને પરાજિત કરી હતી.
હેરો-બ્રેન્ટ G અને લેસ્ટર G વચ્ચે K2 ફાઈનલ તેમની અગાઉની ડ્રોમાં પરિણમેલી ગ્રૂપ સ્ટેજ મેચના જેવી જ હતી. જોકે, નિશ્ચય પટેલના મેજિકલ ગોલથી હેરો-બ્રેન્ટ Gનો 1-0થી વિજય થયો હતો.
એવોર્ડ્ઝ સમારંભ સાથે ટુર્નામેન્ટનું સમાપન થયું હતું.
ટીમ અને વ્યક્તિગત એવોર્ડ્ઝઃ
• અમૃત કપ K1 વિજેતાઓઃ વેસ્ટ લંડન
• અમૃત કપ K1 રનર્સ – અપઃ ઈસ્ટ લંડન C
• અમૃત કપ K2 વિજેતાઓઃ હેરો-બ્રેન્ટ G
• અમૃત કપ K2 રનર્સ – અપઃ લેસ્ટર G
K1 વ્યક્તિગત એવોર્ડ્સઃ
• શ્રેષ્ઠ પ્લેયરઃ કિઆન પટેલ (લૂટન A )
• શ્રેષ્ઠ ગોલકીપરઃ મિલન સોનેચા (વેસ્ટ લંડન)
• ગોલ્ડન બૂટઃ નિશાન પટેલ (લૂટન A )
K2 વ્યક્તિગત એવોર્ડ્સઃ
• શ્રેષ્ઠ પ્લેયરઃ શિવમ વ્યાસ (હેરો-બ્રેન્ટ G )
• શ્રેષ્ઠ ગોલકીપરઃ અમન ચૌહાણ (હેરો-બ્રેન્ટ G )
• ગોલ્ડન બૂટઃ આયુષ ગાંગજી (લેસ્ટર E )