આઇપીએલ-18 મેચ કાર્ડઃ કોણ કોની સામે રમ્યું? કોણ જીત્યું? કોણ હાર્યું?

Wednesday 26th March 2025 05:46 EDT
 
 

ટવેન્ટી-20 ક્રિકેટની રંગારંગ ટૂર્નામેન્ટ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-18માં ક્યા દિવસે કોણ કોની સામે ટકરાયું? કોણ જીત્યું? અને કોણ હાર્યું? ઉડતી નજરે રાઉન્ડઅપ...

• મંગળવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (232/5) અને પંજાબ કિંગ્સ ઇલેવન (243/5) વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે 11 રને વિજય મેળવ્યો હતો.

• સોમવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી દિલધડક મેચમાં દિલ્હી નાઇટ રાઇડર્સે લખનઉ સુપર જાયન્ટ્સને 1 વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 9 વિકેટે 211 રન જ્યારે લખનઉએ 8 વિકેટે 209 કર્યા હતા.
• રવિવારે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે મહાત આપી હતી. મુંબઇએ 20 ઓવરમાં 155/9 કર્યા હતા, ચેન્નાઈએ 19.1 ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
• રવિવારે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવી વિજય મેળવ્યો છે. સનરાઝર્સે 6 વિકેટે 286 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સનો દાવ 242 રન જ કરી શકી હતી.
• શનિવારે કોલકતામાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (177/3) કોલકાતા નાઇટ રાઇડર્સ (174/8)ને સાત વિકેટે કારમો પરાજય આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter