મુંબઈઃ આઇપીએલ-2022ની સેકન્ડ ક્વોલિફાયર અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આશરે 1.10 લાખ દર્શકોની હાજરીમાં રમાશે તેવી જાહેરાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના વડા સૌરવ ગાંગુલીએ કરી છે. આઈપીએલની ક્વોલિફાયર-ટુ 27મેના રોજ યોજાશે જ્યારે ફાઈનલ 29મી મેના રોજ રમાશે.
ગાંગુલીએ ઊમેર્યું હતું કે આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર24મે અને એલિમિનેટર 26મીએ કોલકાતામાં રમાશે. જ્યારે ત્રણ ટીમની મહિલાઓની ચેલેન્જર ટૂર્નામેન્ટ 24થી 28 મે દરમિયાન લખનઉમાં યોજાશે. આ નિર્ણય બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની મિટિંગમાં લેવાયો છે. વિમેન્સ ચેલેન્જર્સ લખનઉના સ્ટેડિયમમાં રમાશે. ગાંગુલીએ કહ્યું કે, આઈપીએલની નોકઆઉટ મેચીસમાં સ્ટેડિયમની ક્ષમતાના 100 ટકા પ્રેક્ષકોને પ્રવેશ અપાશે.
રાજકોટમાં ભારત-સાઉથ આફ્રિકાની ટી-20
રાજકોટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 મેચ રમાશે. આ મેચ 17 જૂને રમાશે. જૂન મહિનામાં 9મીથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 શ્રેણી શરૂ થશે.
9 જૂન – પ્રથમ ટી-20 (દિલ્હી)
12 જૂન – બીજી ટી-20 (કટક)
14 જૂન – ત્રીજી ટી-20 (વિઝાગ)
17 જૂન – ચોથી ટી-20 (રાજકોટ)
19 જૂન – પાંચમી ટી-20 (બેંગ્લોર)