દુબઇઃ શ્રીલંકાએ પ્રવાસી ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને આખરી ટેસ્ટમાં પણ હરાવીને ક્લીન સ્વિપ વિજય મેળવતા ઓસ્ટ્રેલિયાએ તેનું ટેસ્ટ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન સ્થાન ગુમાવ્યું છે. તેની સામે ભારતે વિન્ડિઝને ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવતા તેઓ નંબર વન બની ગયા છે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે ૨-૨ની બરાબરી મેળવી તેમજ અગાઉ યુએઈમાં ૨-૦થી ઈંગ્લેન્ડ સામે ૨-૦થી શ્રેણી જીતી હોઈ તે બીજા રેન્ક પર આવી ગયા છે. ૨૦૦૩થી વર્લ્ડ ટેસ્ટ રેન્ક શરૂ થયા પછી એક જ વર્ષમાં બીજી વખત સર્વોચ્ચ રેન્ક મેળવ્યો છે. હવે જો ભારત વિન્ડિઝ સામેની ચોથી ટેસ્ટ હારશે તો પાકિસ્તાન નંબર વન બનશે અને ભારત ચોથા ક્રમે ફેંકાશે.
ટેસ્ટ રેન્કિંગ
(૧) ભારત-૧૧૨ પોઇન્ટ (૨) પાકિસ્તાન-૧૧૧ (૩) ઓસ્ટ્રેલિયા-૧૦૮ (૪) ઈંગ્લેન્ડ-૧૦૮ (૫) ન્યૂ ઝીલેન્ડ-૯૯ (૬) શ્રીલંકા-૯૫ (૭) સાઉથ આફ્રિકા-૯૨ (૮) બાંગ્લાદેશ-૫૭ (૧૦) ઝિમ્બાબ્વે-૮