દુબઈઃ ભારત સામેની વન-ડે સિરીઝ ૨-૧થી કબ્જે કરનાર બાંગ્લાદેશની ટીમ આઇસીસી વન-ડે રેન્કિંગમાં એક સ્થાનના પ્રમોશન સાથે સાતમા ક્રમે પહોંચી છે. જ્યારે ભારતીય ટીમ સીરિઝ ગુમાવી હોવા છતાં બીજું સ્થાન જાળવી શકી છે. જોકે તેણે બે ગુમાવ્યા છે.
યાદીમાં પાંચમા સ્થાને ઇંગ્લેન્ડની ટીમ છે. બાંગ્લાદેશ સામેની સિરીઝ અગાઉ ભારતના ૧૧૭ પોઇન્ટ હતા, પરંતુ સતત બે મેચમાં પરાજય થતાં ભારતના ૧૧૫ પોઇન્ટ થઈ ગયા છે. વન-ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ૧૨૯ પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. ન્યૂ ઝીલેન્ડ ૧૧૨ પોઇન્ટ સાથે ત્રીજા અને સાઉથ આફ્રિકા ચોથા સ્થાને છે. વેસ્ટ ઇંડિઝ આઠમા નંબરે છે.
બોલરની રેન્કિંગમાં બાંગ્લાદેશ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર આર. અશ્વિન બે સ્થાનના ફાયદા સાથે ટોપ-૧૦માં પહોંચી ગયો છે. અશ્વિને ત્રણ વન-ડેમાં છ વિકેટ ઝડપી હતી. ભારત સામે સીરિઝમાં કુલ ૧૩ વિકેટ ઝડપનાર મુસ્તફિઝુર રહેમાન ૮૮મા સ્થાને છે જ્યારે મિચેલ સ્ટાર્ક પ્રથમ સ્થાને છે. બેટિંગમાં વિરાટ કોહલી, શિખર ધવન અને ધોની ટોપ-૧૦માં સામેલ છે.