આજથી બાંગ્લાદેશમાં એશિયા કપઃ પહેલી વખત ટ્વેન્ટી૨૦ના ફોર્મેટમાં

Friday 19th February 2016 05:04 EST
 
 

ફાતુલ્લાહઃ બાંગ્લાદેશના યજમાન પદે આજથી શરૂ થઇ રહેલી એશિયા કપ ટુર્નામેન્ટ પહેલી વખત ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં રમાશે. આવતા મહિને ભારતના યજમાનપદે યોજાઇ રહેલા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે એશિયન ટીમોને પ્રેક્ટિસ ટુર્નામેન્ટ રમવા મળી રહે તેવા હેતુથી એશિયા કપનું ફોર્મેટ બદલાયું છે.
એશિયા કપમાં આજથી ક્વોલિફાઈંગ મુકાબલા શરૂ થઇ રહ્યા છે, જ્યારે ખરાખરીના મુકાબલા ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. એશિયા કપના ક્વોલિફાઇંગ મુકાબલા અફઘાનિસ્તાન, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ), હોંગકોંગ અને ઓમાન વચ્ચે રમાશે. આ રાઉન્ડમાં વિજેતા બે ટીમો મેઈન ડ્રોમાં પ્રવેશ મેળવશે. જ્યારે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને મેઈન ડ્રોમાં સીધો પ્રવેશ અપાયો છે.

૩૨ વર્ષમાં પહેલી વખત...
એશિયા કપ ૧૯૮૪થી રમાતો આવ્યો છે અને ૩૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એશિયા કપ ટ્વેન્ટી૨૦ના ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એશિયા કપ વન-ડેના ફોર્મેટમાં જ રમાડાયો છે. જોકે ટ્વેન્ટી૨૦નો વર્લ્ડ કપ આવતા મહિના રમાવાનો હોવાથી એશિયાની ટીમોને તેની પૂર્વતૈયારીની તક મળી રહે તેવા આશયથી એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપને ટ્વેન્ટી૨૦ના ફોર્મેટમાં રમાડવાનું નક્કી કર્યું છે. આમ આ ફોર્મેટમાં નવો ઇતિહાસ રચાશે.

ભારત અને શ્રીલંકા સૌથી સફળ

એશિયા કપમાં અત્યાર સુધી ભારત અને શ્રીલંકાની ટીમો સૌથી સફળ ટીમો તરીકે બહાર આવી છે. ભારત અને શ્રીલંકા બંને કુલ પાંચ-પાંચ વખત એશિયા કપ જીતી ચુક્યા છે. જ્યારે શ્રીલંકાની ટીમ છ વખત રનર્સ-અપ રહી ચુકી છે અને ભારતની ટીમ ત્રણ વખત ફાઇનલમાં હારી ચૂકી છે. પાકિસ્તાન માત્ર બે વખત ચેમ્પિયન બન્યું છે, જ્યારે બે વખત તેને રનર્સ-અપ ટાઈટલથી સંતોષ માનવો પડયો છે. બાંગ્લાદેશની ટીમ કુલ ૧૧ વખત એશિયા કપમાં રમી ચૂકી છે અને તેમાંથી તેઓ ૨૦૧૨માં રનર્સ-અપ બન્યા હતા, જે તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પર્ફોમન્સ છે.

શ્રીલંકા સૌથી વધુ મેચ જીત્યું

એશિયા કપમાં સૌથી વધુ રમવાનો અને સૌથી વધુ જીતવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે, કારણ કે તેઓ કુલ ૧૧ વખત ફાઇનલમાં રમી ચુક્યા છે. શ્રીલંકાનો આ રેકોર્ડ એટલા માટે પ્રભાવક છે કે તેઓ ૧૨ વખત ટુર્નામેન્ટ રમતાં ૧૧ વખત ફાઈનલમાં પ્રવેશ્યા છે. શ્રીલંકા એશિયા કપમાં ૪૮ મેચ રમ્યું છે, જેમાંથી ૩૪માં જીત્યું છે અને ૧૪માં હાર્યું છે. જ્યારે ભારત ૮ ફાઈનલ રમવાનો અનુભવ ધરાવે છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં કુલ ૪૩ મેચ રમી છે, જેમાંથી તેઓ ૨૬માં જીત્યા છે, જ્યારે ૧૬માં હારનો સામનો કરવો પડયો છે. એક મેચ અનિર્ણિત રહી છે. પાકિસ્તાન ટુર્નામેન્ટમાં કુલ ૪૦ મેચ રમ્યું છે, જેમાંથી ૨૪માં જીત્યું છે અને ૧૫માં હાર્યું છે.

એશિયા કપની છ ટીમ

• ભારત
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), શીખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેન રૈના, યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, અશ્વિન, નેહરા, હરભજન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પવન નેગી

• પાકિસ્તાન
શાહિદ આફ્રિદી (કેપ્ટન), ઇફ્તિખાર અહમદ, સરફરાઝ (વિકેટકીપર), ઉમર અકમલ, અનવર અલી, આમીર, આઝમ, હાફિઝ, ઇરફાન, મલિક, મંઝૂર, નવાઝ, રઈસ, રિયાઝ, વસીમ

• શ્રીલંકા
ચાંદિમલ (કેપ્ટન, વિકેટકીપર), ચામીરા, ડિકવેલા (વિકેટકીપર), દિલશાન, બી. ફર્નાન્ડો, ડી. ફર્નાન્ડો, ગુણારત્ને, ગુણાથિલાકા, કાપુગેડેરા, ટી. પરેરા, પ્રસન્ના, રંજીથા, સેનાનાયકે, શનાકા, સિરિવર્દને, વાન્ડેરસાઈ

• બાંગ્લાદેશ
મોર્તઝા (કેપ્ટન), શાકીબ, કાયેસ, મિથુન, મહમુદુલ્લાહ, રહીમ (વિ.કી.), સરકાર, રહમાન, એન.હોસૈન, એમ.રહમાન, એ.હૌસેન, ટી.અહમદ, સની, હૈદર, એન. હસન

• અફઘાનિસ્તાન
સ્ટાઈન કઝાઈ (કેપ્ટન), એન. ઝદરન્, શહઝાદ, ઘાની, નાબી, સાદીક, શફિકુલ્લાહ, રાશિદ, હમ્ઝા, ડી. ઝદરન્, એસ. ઝદરન્, નાઈબ, શેનવારી, એન. ઝદરન્, અહમદ ઝાઈ

• હોંગ કોંગ
અફઝલ (કેપ્ટન), એઝાઝ, એ. રાથ, હયાત, કાર્ટર, ચેપમેન, અમજદ, મહમૂદ, એન. અહમદ, એન. ખાન, કિંચિત શાહ, નીનાદ શાહ, ટી. અહમદ, બરકત, વકાસ ખાન

• ઓમાન
એસ. અહમદ (કેપ્ટન, વિકેટકીપર), ખલીમ (વાઈસ કેપ્ટન), સુલેહરી, ઇલિયાસ, આમીર, એમ. અંસારી, બિલાલ ખાન, જીતેન્દર સિંહ, અજય લાલચેટા, મેહરાન, રાજેશ રાણપુરા, એસ. મહમૂદ, વૈભવ વાટેગાંવકર, મકસૂદ, સિદ્દિકી

• યુએઈ
એ. જાવેદ (કેપ્ટન), કલીમ, મુસ્તુફા, એસ. અનવર, એમ. શાહઝાદ, સ્વપ્નિલ પાટીલ (વિકેટકીપર), મુસ્તાક, રઝા, ઝહીર મકસૂદ, નાવિદ, એફ. અહમદ, કાદિર, ઉસ્માન, તારીક, હૈદર

-----------------------------------------------------------------------

એશિયા કપનું ટાઇમટેબલ
ક્વોલિફાઈંગ મુકાબલા

૧૯ ફેબ્રુઆરી અફઘાનિસ્તાન વિ. યુએઇ (ફાતુલ્લા)
૧૯ ફેબ્રુઆરી હોંગ કોંગ વિ. ઓમાન (ફાતુલ્લા)
૨૦ ફેબ્રુઆરી અફઘાનિસ્તાન વિ. ઓમાન (ફાતુલ્લા)
૨૧ ફેબ્રુઆરી હોંગ કોંગ વિ. યુએઇ (ફાતુલ્લા)
૨૨ ફેબ્રુઆરી અફઘાનિસ્તાન વિ. હોંગ કોંગ (મીરપુર)
૨૨ ફેબ્રુઆરી ઓમાન વિ. યુએઇ (મીરપુર)

મેઈન ડ્રો
૨૪ ફેબ્રુઆરી ભારત વિ. બાંગ્લાદેશ (મીરપુર)
૨૫ ફેબ્રુઆરી શ્રીલંકા વિ. ક્વોલિફાયર (મીરપુર)
૨૬ ફેબ્રુઆરી બાંગ્લાદેશ વિ. ક્વોલિફાયર (મીરપુર)
૨૭ ફેબ્રુઆરી ભારત વિ. પાકિસ્તાન (મીરપુર)
૨૮ ફેબ્રુઆરી બાંગ્લાદેશ વિ. શ્રીલંકા (મીરપુર)
૨૯ ફેબ્રુઆરી પાકિસ્તાન વિ. ક્વોલિફાયર (મીરપુર)

૧ માર્ચ ભારત વિ. શ્રીલંકા (મીરપુર)
૨ માર્ચ બાંગ્લાદેશ વિ. પાકિસ્તાન (મીરપુર)
૩ માર્ચ ભારત વિ. ક્વોલિફાયર (મીરપુર)
૪ માર્ચ પાકિસ્તાન વિ. શ્રીલંકા (મીરપુર)
૬ માર્ચ ફાઈનલ મેચ (મીરપુર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter