લંડન: ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના નવા અધ્યક્ષ રિચર્ડ થોમ્પસને આઈપીએલને ઈંગ્લેન્ડમાં યોજવાની ઈચ્છા વ્યક્તિ કરી છે, જેથી સ્ટેડિયમ પર આવતા લોકોની સંખ્યા બમણી કરી શકાય. 55 વર્ષીય થોમ્પસને 1 સપ્ટેમ્બરથી ઈસીબીમાં પોતાની નવી ભૂમિકા શરૂ કરી. આ સમયે પ્રથમ બોર્ડ મિટિંગમાં તેમણે પોતાની મહત્વકાંક્ષાઓ પર વાત કરી.
તેમણે કહ્યું કે, ‘હું દેશમાં ફૂટબોલ જેવા સ્તરે ક્રિકેટ પહોંચાડવા માંગુ છું. મારો લક્ષ્યાંક સ્ટેડિયમમાં લોકોની સંખ્યા વધારવાનો છે. ગરમીના સમયે 20 થી 40 લાખ લોકો સ્ટેડિમમાં મેચ જૂએ તેવી ઈચ્છા છે. મારા મતે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાથી અને સાઉથ એશિયાના ક્રિકેટને દેશમાં લાવવાથી આ લક્ષ્યાંક પૂર્ણ થશે. ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ, તેનું મહત્ત્વ જાણીએ છીએ. વ્યૂઅરશિપ કરોડોમાં હોય છે. NFL અને NBA ઈંગ્લેન્ડમાં યોજી શકાય તેમ હોય તો IPL કેમ નહીં?’