લંડનઃ ઇંગ્લેન્ડની ૩૬ વર્ષની કેપ્ટન શાર્લોટ એડવર્ડસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ૧૯૯૬માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેના નામે વન-ડેમાં સૌથી વધારે રન નોંધાયેલા છે. તેણે ૧૯૧ વન-ડેમાં ૫૯૯૨ રન ફટકાર્યા છે. જ્યારે ૯૫ ટી૨૦ મેચમાં તેણે ૨૬૦૫ રન કર્યા છે. જે મેન્સ તથા વિમેન્સ ક્રિકેટમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારાયેલા સૌથી વધુ રન છે. એડવર્ડસ ૨૦૦૬માં ટીમની કેપ્ટન બનાવાઈ હતી. તેણે ૨૨૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ૨૦૦૯માં વિમેન્સ વર્લ્ડ કપ તથા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત ૨૦૧૩માં ઇંગ્લેન્ડમાં તથા ૨૦૦૮, ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયામાં ટીમને વિમેન્સ એશિઝમાં વિજય અપાવ્યો હતો.