લોર્ડસઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે મંગળવારે ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં વન-ડે ક્રિકેટનો ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ત્રીજી વન-ડેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા ત્રણ વિકેટે ૪૪૪ રનનો વિરાટકાય સ્કોર કર્યો હતો. આંતરાષ્ટ્રીય વન-ડેના ઈતિહાસમાં તેની સાથે જ ઈંગ્લેન્ડે દસ વર્ષ જુના શ્રીલંકાના નવ વિકેટે ૪૪૩ રન કરવાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. પાંચ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ ૨-૦થી આગળ છે.
ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાનના બોલર્સની બરાબરની ધોલાઈ કરતાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને એક જંગી સ્કોર ઉભો કરી નાંખ્યો હતો. ઈંગ્લેન્ડે ૪૪૪ના સ્કોર સાથે ક્રિકેટ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડનો આનાથી પહેલા સૌથી વધારે સ્કોર નવ વિકેટ પર ૪૦૮ રન હતો, જે ગયા વર્ષે ન્યૂઝિલેન્ડ સામે બનાવ્યો હતો. ઈંગ્લેન્ડે છેલ્લી દસ ઓવરમાં ૧૩૫ રન ફટકાર્યા તે પણ નવો રેકોર્ડ છે.
ઈંગેન્ડ માટે એલેક્સે હેલ્સે ૧૭૧ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી જ્યારે રૂટે ૨૫ અને જોશ બટલરે ૯૦ રન ફટકાર્યા હતા. હેલ્સે ૨૨ ચોક્કા અને ચાર સિક્સર સાથે ૧૨૨ બોલમાં ૧૭૧ રન ફટકાર્યા હતા. ઈયાન મોર્ગન ૫૭ રન બનાવીને બટલર સાથે અણનમ રહ્યો હતો.
પાકિસ્તાન ૪૨.૪ ઓવરમાં ૨૭૫ રન કરીને ઓલઆઉટ થઈ ગયું હતું.