લંડનઃ ટીમ ઈન્ડિયાએ 3 વન-ડે મેચની સીરીઝના પહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું. 48 વર્ષમાં આ પહેલી વખત છે કે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે.
ભારત ઇંગ્લેન્ડની ટીમ વિરુદ્ધ 1974માં પહેલી વખત વનડે મુકાબલો રમ્યું હતું. મંગળવારે 110 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા. જસપ્રીત બુમરાહે (19/6) કરિયર બેસ્ટ પરફોર્મન્સના કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ વન-ડે મેચની સીરીઝના પહેલા મુકાબલામાં ઈંગ્લેન્ડને 25.2 ઓવરમાં 110 રને ઓલઆઉટ કરી દીધા.આ ઈંગ્લેન્ડનો ભારત વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક દિવસીય મેચમાં સૌથી ઉત્કૃષ્ટ બોલિંગ કરનાર ભારતીય બોલર પણ બની ગયો. તેને આશીષ નેહરાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 2003ના વર્લ્ડ કપમાં નેહરાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 23 રન આપીને 6 વિકેટ લીધી હતી.ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી. ભારતે ઈંગ્લેન્ડની 5 વિકેટ 10 ઓવરમાં જ પાડી દીધી હતી.
જવાબમાં ભારતે 18.4 ઓવરમાં 114 રન બનાવીને મેચ જીતી. રોહિત શર્માએ 58 બોલમાં સૌથી વધુ 76 રન બનાવીને નોટઆઉટ રહ્યો. શિખર ધવને 54 બોલમાં 31 રનની ઈનિંગ રમી.