અમદાવાદઃ નેપાળના પાટનગર કાઠમંડુમાં યોજાયેલી ઈન્ડો–નેપાળ કરાટે ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત કુલ 31 મેડલ જીતીને ગુજરાતના ખેલાડીઓ છવાઇ ગયા હતા. આ સ્પર્ધામાં ભારત અને નેપાળના 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એડવાન્સ ટેફૂડો માર્શલ આર્ટના પ્રેસિડેન્ટ ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે ગુજરાતના સ્પર્ધકોએ વિવિધ વેટ ગ્રૂપ અને એજ ગ્રૂપની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ કુલ 6 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા સાથે બેસ્ટ ટીમની ટ્રોફી પણ મેળવી હતી. ચેમ્પિયનશિપમાં મન શાહ, રિધમ પવાર, દક્ષ પટેલ, જ્હાનવી રાવલ, હીરવા મિસ્ત્રી અને માહી શાહે ગોલ્ડ મેડલ તો મનસ્વીની ડિસૂઝા, શ્રીદા શાહ, નિસર્ગ પટેલ, દીપમ દવે, હેમાંગી શેકાવત, ધ્યાન પટેલ, આયુષ વ્યાસ અને અક્ષત દવેએ સિલ્વર મેડલ જીત્યા હતા. આ ઉપરાંત દિવ્યરાજ સિંઘ, હીર રાવલ, વિશ્રુતિ ત્રિવેદી, ધ્રુવી સોલંકી, ખુશી શર્મા, પાયસ જોશી, અદ્વૈત નાયર, હ્રિદાંશ શાહ, વરુણ અગ્રવાલ, અનિરુદ્ધ ઠાકોર, ધ્રુવ પટેલ, હર્ષ જૈન, વંશ શર્મા, સમર શર્મા, હર્ષ સેલડિયા, પ્રથમ પટેલ અને ધ્રુવી સોલંકીએ વિવિધ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.