આ ઉપરાંત કુસ્તીબાજ બજરંગે અને ટેનિસ ખેલાડીઓ સાકેત અને સનમે પોતપોતાની ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવતા સોમવારનો દિવસ ભારત માટે સફળતા લાવનારો બની રહ્યો હતો. દિવસ દરમિયાન ભારતે સાત મેડલ જીત્યા હતા અને તેના કુલ ૪૨ મેડલ થયા હતા. આ સાથે ક્રમાંકમાં ભારત હવે આઠમા ક્રમે આવી ગયું છે.
કુસ્તીમાં પણ ગોલ્ડ
ભારતીય રેસલર યોગેશ્વર દત્તે ૬૫ કિગ્રા વજન વર્ગની કુસ્તીમાં તઝાકીસ્તાન રેસલ ઝાલિમ ખાનને પરાજ્ય આપી ભારતને એશિયન ગેમ્સમાં ૨૮ વર્ષે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ અગાઉ એશયન ગેમ્સમાં કરતાર સિંહે ૨૮ વર્ષ પહેલાં ૧૯૮૬માં છેલ્લે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
યોગેશ્વર દત્તે છેલ્લાં બે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ અગાઉ ૧૬મી એશિયન ગેમ્સમાં યોગેશ્વર દત્તે ભાગ લીધો નહોતો. એશિયન ગેમ્સની કુસ્તીમાં અગાઉ જાપાન અને ઇરાનનાં પહેલાવાનોનો દબદબો રહ્યો હતો. યોગેશ્વર ૨૮ વર્ષે ગોલ્ડ જીતીને ભારતીય પહેલવાનોના દબદબાનો નવો અધ્યાય શરૂ કર્યો છે.