નવી દિલ્હીઃ ભારતની ઓલરાઉન્ડર ક્રિકેટર હરમનપ્રીત કૌર બિગ બેશ લીગ રમતમાં ઈતિહાસ રચ્યાં બાદ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા યોજાનારી ‘કિયા સુપર લીગ’માં પણ પોતાનો દમ દેખાડવા મેદાનમાં ઉતરશે. લીગની શરૂઆત ૧૦ ઓગસ્ટથી થશે, જેમાં કુલ ટીમો ભાગ લઈ રહી છે. રસપ્રદ વાત છે કે ટોપમાં રહેનારી ટીમ સીધી ટૂર્નામેન્ટની ફાઈનલમાં સીધો પ્રવેશ કરશે. હરમનપ્રીત કૌર ભારતની મહિલા ટી૨૦ ટીમની સુકાની છે. તેણે બિગ બેશ ટી૨૦ લીગની ડેબ્યૂ મેચમાં ૨૮ બોલમાં શાનદાર ૪૭ રનોની ઈનિંગ્સ રમી હતી. હરમનપ્રીત કૌરે ૨ ટેસ્ટ મેચોમાં ૯ વિકેટ લીધી છે, જ્યારે ૬૯ વન-ડેમાં ૫.૧૬ની ઈકોનોમીથી ખેલાડીએ ૧૪ વિકેટ ખેરવી છે. જ્યારે ટી૨૦માં તેણે ૬૮ મેચોમાં ૧૫ વિકેટ ખેરવી છે.