સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોનીને ભારતના સર્વશ્રેષ્ઠ સુકાની માનવામાં આવે છે, પણ વિરાટે કેપ્ટન તરીકે ધમાકેદાર શરૂઆત કરીને બન્નેને પાછળ રાખી દીધા છે. ગાંગુલીએ પહેલી મેચમાં ૮૪ રન બનાવ્યા હતા, જ્યારે ધોની અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો.
ધોનીથી કેવી રીતે અલગ
કોહલીએ સકારાત્મક વલણના મામલે ધોનીને પાછળ રાખી દીધો છે. ધોની ટેસ્ટ મેચમાં સંરક્ષણાત્મક રણનીતિ સાથે રમે છે. તેનો હેતુ ટેસ્ટને ફક્ત ડ્રો કરવાનો હોય છે. તેના સંરક્ષણાત્મક સ્વભાવના કારણે ટીમને વિદેશની પિચો ઉપર ઘણા કારમા પરાજય મળ્યા છે. જ્યારે કોહલી રમતમાં આક્રમક્તાની સાથોસાથ કેપ્ટન કૂલ તરીકે જાણીતો બન્યો છે.