નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી૨૦માં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભલે ૧૯ રન જ કર્યા હોય, પણ તે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે પહોંચી ગયો છે. તેણે માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી દીધો છે. ગપ્ટિલે ૭૫ ટી૨૦ મેચમાં ૩૩.૯૧થી એવરેજથી ૨,૨૭૨ રન બનાવ્યા છે. જોકે વિરાટ કોહલીએ માત્ર ૬૮ મેચોમાં ૪૯.૬૦ની એવરેજથી ૨,૨૮૨ રન કર્યા છે. જોકે કોહલીએ ટી૨૦માં સદી ફટકારી નથી. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ ૯૦ રન છે. ટી૨૦માં સૌથી વધુ રન ભારતના રોહિત શર્માના નામે છે. તેણે ૯૫ ટી૨૦માં ૩૨.૨૬ની એવરેજથી ૨,૩૫૫ રન બનાવ્યા છે.