મુંબઇઃ ટીમ ઇંડિયાનો કેપ્ટન વિરાટ કોહલી રનની બાબતમાં જ નહીં ધનની બાબતમાં પણ નવા નવા વિક્રમો સર્જી રહ્યો છે. વિતેલા વર્ષ ૨૦૧૯માં વિરાટ કોહલીએ કુલ રૂ. ૨૫૨.૭૨ કરોડની કમાણી કરી હતી. આ સાથે જ કોહલીની કુલ આવક રૂ. ૯૦૦ કરોડને પાર થઈ ગઈ છે.
બીજી તરફ વિરાટ કોહલીની પત્ની બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ ગત વર્ષે કુલ રૂ. ૨૮.૬૭ કરોડની આવક રળી હતી. અનુષ્કાની કુલ કમાણી રૂ. ૩૫૦ કરોડ છે. આમ વિરુષ્કાની સંયુક્ત નેટવર્થ રૂ. ૧૨૦૦ કરોડને પાર થઈ ગઈ છે.
કોહલી હાલમાં દર વર્ષે રૂ. ૧૦૦ કરોડથી વધુ રકમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી મેળવે છે. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસેથી તેને રૂ. ૧૭ કરોડ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના વાર્ષિક કોન્ટ્રાક્ટ પેટે રૂ. ૭ કરોડ અને પ્રત્યેક મેચ રમવા માટે મેચ ફી પણ તેને મળે છે. અનુષ્કા પ્રત્યેક ફિલ્મ માટે રૂ. ૧૨થી ૧૫ કરોડની ફી લેતી હોવાનું મનાય છે. લગ્ન બાદ બંનેએ મુંબઈમાં રૂ. ૩૪ કરોડનો અને ગુરગ્રામમાં રૂ. ૮૦ કરોડનો બંગલો ખરીદ્યો છે.