લંડન: દુનિયાનો સૌથી નાનો ક્રિકેટર, ઉંમર માત્ર 3 વર્ષ, પોતાનાથી ત્રણ ગણા મોટા ખેલાડીઓ સામે રમે છે. ઈંગ્લેન્ડનો કોરી એડમ્સ સ્ટમ્પથી થોડો જ લાંબો હશે. તે યુવાન ઓલરાઉન્ડર અંડર-11 માટે રમી રહ્યો છે. કોરીએ ક્લબ ક્રિકેટમાં સેન્ટ બ્રેવેલ્સ તરફથી લિડને સીસી વિરુદ્ધ માત્ર 3 રન આપીને 2 વિકેટ લીધી અને અણનમ 12 રન બનાવ્યા છે. કોરીએ ચાલવાનું શીખતા પહેલા જ બોલિંગ અને બેટિંગ શરૂ કરી દીધી હતી. તે દરરોજ સવારે 5.30 વાગે જાગીને આકરી પ્રેક્ટિસ કરે છે.
કોરીના પિતા 33 વર્ષના ટોમ એડમ્સ ગ્લુસેસ્ટરશાયરમાં રહે છે. તેઓ કહે છે કે, ‘કોરીને ક્રિકેટ ખૂબ જ ગમે છે. હું ઈમાનદારીથી કહું છું કે તે રમવામાં મારાથી ઘણો સારો છે. હજુ 4 વર્ષનો પણ થયો નથી અને ઓલરાઉન્ડ પ્રદર્શન કરે છે. તે 2019થી દરેક મેચમાં જાય છે. 16 મહિનાની વયમાં જ તેણે સારી રીતે બેટિંગ-બોલિંગ શરૂ કરી દીધી હતી. તેના માટે અમે નાની સાઈઝની આખી કિટ લાવ્યા છીએ.’