પેરિસઃ પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે અને તેમાં ભાગ લેવા માટે ભારતીય ટીમનું વિવિધ જૂથમાં પેરિસ પહોંચવાનું પણ શરૂ થયું છે. આર્ચરી અને રોવિંગ ટીમના સભ્યો સૌથી પહેલા ગેમ્સ વિલેજ પહોંચી ગયા છે. પોતાની અંતિમ તૈયારીમાં વ્યસ્ત બનેલી ભારતની મેન્સ હોકી ટીમ પણ શનિવારે પેરિસ પહોંચી ગઈ હતી. ભારતના 117 ખેલાડીઓ ગેમ્સની 20 સ્પર્ધામાં ભાગ લેશે. લંડન ઓલિમ્પિકના વિજેતા અને ટીમના પ્રમુખ ગગન નારંગે જણાવ્યું હતું કે ભારતીય ટીમોને ગેમ્સ વિલેજમાં જે જગ્યા આપવામાં આવી છે તેની મેં સમીક્ષા કરી છે. ખેલાડીઓ ધીમે ધીમે ગેમ્સ વિલેજના વાતાવરણથી અનુકૂળ થઈ રહ્યા છે. ખેલાડીઓ ઉત્સાહિત છે અને તમામ ઇવેન્ટ્સના એરિનામાં કેટલોક સમય પસાર કરવા માગે છે.