નવી દિલ્હી: વિશ્વના પાંચમા તથા એશિયાના નંબર વન ધનાઢ્ય ગૌતમ અદાણીએ વે ક્રિકેટના મેદાનમાં પણ એન્ટ્રી કરી લીધી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને યુએઈની મેજર ટી20 લીગની એક ફ્રેન્ચાઈઝીને ખરીદી છે. યુએઈ ખાતેની આ ટી20 લીગ પણ બીસીસીઆઈની આઇપીએલની જેમ જ રમાશે. નોંધનીય છે કે અદાણી ગ્રૂપે ઓક્ટોબર 2021માં આઇપીએલની 15મી સિઝન માટે થયેલી બે નવી ટીમની હરાજીમાં પણ ટીમ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ગ્રૂપ 5100 કરોડ રૂપિયાની જંગી બોલી લગાવી હોવા છતાં ટીમ ખરીદવામાં નિષ્ફળ રહ્યું હતું.
નોંધનીય છે કે આ ટી20 લીગ અમિરાત ક્રિકેટ બોર્ડ દ્વારા લાઇન્સસ પ્રાપ્ત એક વર્ષનું આયોજન છે. ટૂર્નામેન્ટમાં કુલ 34 મુકાબલા રમાશે અને કુલ છ ટીમો રહેશે.
અદાણી ગ્રૂપ ઉપરાંત યુએઈ ટી20 લીગમાં પહેલાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણી, બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન તથા જીએમઆરના કિરણ કુમાર ગ્રંથી પણ ટીમ ખરીદી ચૂક્યા છે.