ચિત્તાની જેમ દોડતો જાડેજા ચાલવામાં પણ લડખડાયો

Saturday 08th October 2022 05:04 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે અને તેના જમણા ઘૂંટણમાં પટ્ટી જોવા મળે છે. જાડેજા હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેના ઘૂંટણની સર્જરી થઈ હતી. આ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝમાંથી બહાર હતો. એટલું જ નહીં, તે આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પણ નથી અને ટી20 વર્લ્ડ કપમાં પણ તે ભાગ લઈ શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter