નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સની વાસ્તવિક બજારકિંમત અંગે નવો વિવાદ શરૂ થયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી અનુરાગ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરીને એવી રજૂઆત કરી છે કે ચેન્નઇ સુપર કિંગ્સની કુલ કિંમત ૧૧૪૦ કરોડ હોવા છતાં પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અને શ્રીનિવાસને ટીમને એક ટ્રસ્ટને માત્ર ૮ કરોડ રૂપિયામાં હસ્તાંતરિત કરી છે, જે અયોગ્ય છે. આ ઉપરાંત ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને શ્રીનિવાસનને બીસીસીઆઇની બેઠકમાં ભાગ લેવા બાબતે સ્પષ્ટતા માંગી હતી.