ઓલિમ્પિક વિલેજમાં 3500 બેઠકોવાળું જાયન્ટ રેસ્ટોરાં તૈયાર કરાયું છે જેમાં રોજ 40 હજાર જેટલી ડિશ તૈયાર કરાય છે. તમામ એથ્લીટ્સ તથા સ્ટાફના ડાયટનું સતત ધ્યાન રખાશે. ફ્રાન્સની સ્થાનિક, મેડેટેરિયન, એશિયન અને આફ્રો-કેરેબિયન વાનગી સતત તૈયાર કરાશે. એથ્લીટ્સનો સમય વેડફાય નહીં તે માટે સેલ્ફ સર્વિસ રખાઇ છે. રાખવામાં આવી છે. વેજીટેબલ સાવરમા, ઝટાર સ્પાઇસી સ્વિટ પોટેટો, હુમુસ, બિટરુટ ફલાફલ તથા સ્મોક પેપરિકા સાથે ગ્રિલ્ડ એગપ્લાન્ટ વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભારતીય ટીમના મેનુમાં દાલ-રોટી અને આલુ-ગોબી
ભૂતકાળના ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતીય એથ્લીટ્સને ભોજન મામલે મુશ્કેલીઓના સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આયોજકો પ્રત્યેક દેશના એથ્લીટ્સને તેમના દેશ અનુસાર ભોજન પૂરું પડાય છે. આમ ભારતીય ખેલાડીને પણ ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન મળશે. ભારતીય ફૂડ મેનુમાં દાલ-રોટી, સ્ટિમ રાઇસ, આલુ-ગોબી અને મસાલેદાર ચિકન કરી જેવી વાનગી સામેલ છે તો સાઉથ એશિયન શોરબા પણ પીરસાશે. ભારતે પેરિસ ગેમ્સના આયોજકોને ભોજન અંગેની યાદી સુપરત કરવામાં આવી હતી.