જમ્મુઃ જમ્મુ-કાશ્મીરની 15 વર્ષીય તીરંદાજ શીતલ દેવીના એક પણ હાથ નથી, પરંતુ હાથના અભાવે તેની જિંદગી અટકી નથી પડી. શીતલે કહે છે કે ‘ભગવાને મને બમણો આત્મવિશ્વાસ અને મહેનત કરવાની તાકાત આપી છે. આ દમ પર પેરાલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવો છે.’ આ સ્વપ્નને પૂર્ણ કરવા તે પગથી નિશાન સાધે છે. શીતલ નેશનલ ટૂર્નામેન્ટમાં સફળતાપૂર્વક નિશાન સાધી શકી છે. તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇંડિયા દ્વારા દ્વારા આયોજીત એશિયન ગેમ્સની ટ્રાયલમાં સતત સ્કોર કરી રહી છે. શીતલ માટે કોચ કુલદીપ સિંહે ખાસ ડિવાઇસ તૈયાર કરી છે. જેની મદદથી શીતલે 8 મહિનામાં નેશનલ મેડલ જીત્યો છે. કોચને વિશ્વાસ છે કે તે પેરા ગેમ્સ માટે ક્વોલિફાઇ કરી લેશે.
પગથી લખતા પણ આવડે
શીતલે એશિયન પેરા ગેમ્સની ટ્રાયલમાં કમ્પાઉન્ડ કેટેગરીમાં 1440માંથી 1360 પોઇન્ટ હાંસલ કર્યા અને ટોપ સ્કોરર રહી. તેને પગ વડે લખતા પણ આવડે છે. તે સામાન્ય ઇવેન્ટની યુથ કેટેગરીમાં પણ મેડલ જીતી ચૂકી છે.