• ગંભીરના સ્થાને ધવન: શિખર ધવન ૨૦૧૧ના હીરો ગૌતમ ગંભીરનું સ્થાન લઈને નવા હીરો તરીકે આગળ વધી શકે છે. બંને દિલ્હીના છે. ગંભીરની જેમ ધવન પણ સ્ફોટક ઓપનિંગ કરી શકે છે. તેનામાં ગંભીર જેવું સાતત્ય નથી, પણ ફોર્મમાં હોય ત્યારે વિસ્ફોટક બેટ્સમેન સાબિત થાય છે. ધવન ડાબેરી હોવાથી ઓપનિંગ કોમ્બિનેશનમાં પૂરતો સેટ થાય છે.
• યુવરાજના સ્થાને રૈના: મીડલ ઓર્ડરની વાત કરીએ તો ૨૦૧૧માં યુવરાજે ઓલરાઉન્ડ દેખાવ કરીને હીરો તરીકેની છાપ ઉપસાવી હતી. આગામી કપમાં રૈના હવે યુવરાજનું સ્થાન લઈ શકે તેમ છે. તે પણ મીડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે ઉપરાંત તેની ફિલ્ડિંગ સારી છે, ઓફ-સ્પીન પણ કરે છે. આવા સમયે તે ધોની માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થાય તેમ છે.
• ઝહીરના સ્થાને ભુવનેશ્વર: ૨૦૧૧ના કપની વાત કરીએ તો ઝહીર ખાન સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતો. આ વખતે ભુવનેશ્વર તેનો વિકલ્પ સાબિત થાય તેમ છે. ભુવીએ અનેક મેચમાં તરખાટ મચાવ્યો છે. તે ભારતનો ફાસ્ટ એટેક માટેનો સારો વિકલ્પ છે. તેની પાસે ગતિની સાથે સ્વિંગ પણ છે. આ જોતાં તે ધોની માટે સારો વિકલ્પ બની રહેશે.
• હરભજનના સ્થાને અશ્વિન: સ્પિન એટેકની વાત કરીએ તો હરભજનના ઉત્તરાધિકારી તરીકે માત્ર એક જ નામ આવે અશ્વિન. અશ્વિન સ્પિન એટેકની સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. તેણે અનેક મેચમાં બેટિંગ અને બોલિંગ દ્વારા વિજય અપાવ્યો છે. તેની પાસે વર્લ્ડ કપ જેવી મહત્ત્વની મેચમાં રમવાનો અનુભવ પણ છે.