નવી દિલ્હી: તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે વિરાટ કોહલીનું આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી પત્તું કપાઇ શકે છે. તેનું કારણ ગણાવતા કહેવાયું હતું કે વિન્ડીઝ અને અમેરિકામાં વિકેટ ધીમી રહેશે અને ત્યાં વિરાટની બેટિંગ સ્ટાઈલથી ભારતને ફાયદો નહીં થાય. જોકે, હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે મોટો દાવો કર્યો છે. આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે રોહિત શર્મા કોઈ પણ કિંમતે વિરાટને ટીમમાં ઈચ્છે છે અને આ વાત તેણે બીસીસીઆઇના સચિવ જય શાહને પણ જણાવી દીધી છે.