કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ હાલની ભારતીય ક્રિકેટ ટીમનો જુસ્સો વધારે તેવી ટિપ્પણી કરી છે. તેનું કહેવું છે કે આ ટીમ વન ડે ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ ટીમ છે અને વર્લ્ડ કપ માટે તેમની તકો ઘણી ઊજળી છે. આ વખતના વર્લ્ડ કપની ભારે ઈંતેજારી છે અને તે રસપ્રદ બની રહેશે. ગાંગુલીએ ભારતની તાકાતને મૂલવતાં કહ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનો સહિત ભારતના ટોપ બેટિંગ ઓર્ડર જેવી લાઈનઅપ કોઈ ટીમ પાસે નથી. કેદાર જાદવ અને ધોની જેવા બેટ્સમેનોનું ઊંડાણ ભારત ધરાવે છે અને રન રેટનું જરા સરખું પણ દબાણ વધે ત્યારે બેટ્સમેનો છગ્ગો ફટકારી શકે છે.
ભારત માટે ૨૪૦ કે ૨૫૦નો પડકાર ઝીલવો તે તો સહજ બાબત બની ગઈ છે. ખરેખર તો આ બેટિંગ લાઈનઅપ ગમે તેવો મોટો પડકાર ઝીલવા પણ સજ્જ છે.