સ્લોવેનિયા અને યુએઇ ટીમ એમિરેટ્સનો રાઇડર તદેજ પોગાકાર સતત બીજી વખત ટૂર-ડી-ફ્રાન્સનો ચેમ્પિયન બન્યો છે. ૨૨ વર્ષના પોગાકારે ૩૪૧૪.૪ કિમીની ૨૧ સ્ટેજની રેસ ૮૨ કલાક ૫૬ મિનિટ અને ૩૬ સેકન્ડમાં પૂરી કરી. તે સાઇકલિંગની આ સૌથી મોટી ટૂર્નામેન્ટને જીતનારો સૌથી યુવાન રાઇડર છે. ડેનમાર્કનો જોનાસ વિંગગાર્ડે તેનાથી ૫ મિનિટ ૨૦ સેકન્ડ વધુ લઇને બીજા નંબર રહ્યો હતો. પોગાકારે પાંચમું, ૧૭મું અને ૧૮મું સ્ટેજ પણ જીત્યા હતા. બ્રિટનનો માર્ક કેવેન્ડિશ ૩૩૭ પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ક્લાસિફિકેશનમાં ટોપ પર રહ્યો અને તેના માટે તેને ૨૩ લાખની પ્રાઇઝ મની મળી. પોગાકારને વિજેતા બનતાં
રૂ. ૪.૪૨ કરોડ મળ્યા. દરેક સ્ટેજ જીતનારને રૂ ૯.૭૫ લાખ મળ્યાં.