સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર પીટર ડૂહાનનું ૫૬ વર્ષની વયે મોટોર ન્યૂરોન ડિસીસની ગંભીર બીમારી સામે નવ સપ્તાહ ઝઝૂમ્યા બાદ અવસાન થયું છે. ડૂહાને ૧૯૮૯ના વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં છેલ્લા બે વખતના ચેમ્પિયન બોરીસ બેકરને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. જોકે ચોથા રાઉન્ડમાં યુગોસ્લાવિયાના ઝીવોજીનોવિચ સામે હારી ગયા હતા. પીટર ડૂહાન તેમની કારકિર્દીમાં રેન્કિંગમાં હાઈએસ્ટ ૪૩મા ક્રમ સુધી પહોંચ્યા હતા. ટેનિસ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, ડૂહાનના નિધનથી ટેનિસ જગતમાં ઉંડા આઘાતની લાગણી ફેલાઈ છે. પીટર હૂડાન ડેવિસ કપમાં એક પણ મેચ હાર્યા નહતા. તેઓ સાઉથ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યા હતા અને ડબલ્સમાં પાંચ ટાઈટલ જીતીને રેન્કિંગમાં ૧૫મા ક્રમ સુધી પહોંચ્યા હતા. પીટર તેમની પાછળ તેમની માતા થેલ્મા, પુત્રો જોન અને હંટર, બહેનો કેથી અને માર્ગારેટને વિલાપ કરતી મુકી ગયા હતા. તેમના પુત્રો અમેરિકા સ્થાયી થયા છે.