દુબઈ: વર્લ્ડ કપ ટ્વેન્ટી૨૦નો કાર્યક્રમ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ જાહેર કર્યો છે. ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે ૨૪ ઓક્ટોબરે દુબઈમાં રમવાનું છે. આમ ટી-૨૦ના ભારતના અભિયાનનો પ્રારંભ જ રોમાંચકતાથી થશે. છેલ્લો ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૧૬માં યોજાયો હતો, જેમાં વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું હતું.
ટૂર્નામેન્ટ માટે આઠ ટીમો ક્વોલિફાઈ થઈ ચૂકી છે જ્યારે બીજી ચાર ટીમો ૧૭થી ૨૨ ઓક્ટોબર દરમિયાન આઠ ટીમ વચ્ચે યોજાનાર ક્વોલિફાઈંગ રાઉન્ડ-૧માંથી નક્કી થશે.
૨૩ ઓક્ટોબરે આઠ અને બીજી ચાર ક્વોલિફાય થયેલી ટીમ એમ કુલ ૧૨ ટીમ વચ્ચેની મુખ્ય ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થશે એમ કહી શકાય. ૨૩મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સુપર-૧૨ની પ્રથમ મેચ રમશે જ્યારે તે જ દિવસે રાત્રે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ ટકરાશે. તે પછીનો દિવસ ક્રિકેટચાહકો માટે મેગા મુકાબલો હશે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૪ ઓક્ટોબરે દુબઈમાં સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૭-૩૦થી રમશે. જો બંને ટીમ ફાઈલનમાં પહોંચશે તો વધુ એક મુકાબલો શક્ય બનશે.
ઉલ્લેખનીય છે કે ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન આઈપીએલ-૨૦ની બાકીની મેચો રમાશે. ફાઈનલ ૧૦ ઓક્ટોબરે છે. આ અધૂરી ટુર્નામેન્ટ પણ યુએઈમાં જ યોજાશે. ફાઈનલ બાદના અઠવાડીયા પછી ૧૭ ઓક્ટોબરથી ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થશે.
ટી-૨૦ વર્લ્ડ કપનું રસપ્રદ ફોર્મેટ
(રાઉન્ડ-૧)
ગ્રુપ-એઃ શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબીયા
ગ્રુપ-બીઃ બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપુઆગુએના અને ઓમાન
• ગ્રુપ-એ અને ગ્રુપ-બીની લીગ મેચો બાદ બંને ગ્રુપમાંથી જે બે ટીમ પોઈન્ટટેબલમાં ટોપ પર રહેશે તે સુપર-૧૨ના મુખ્ય ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. એટલે કે શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્વોલિફાય થવું પડશે.
સુપર-૧૨
ગ્રુપ-૧ – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈંડિઝ, એ-૧, બી-૨
ગ્રુપ-૨ – ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન એ-૨ અને બી-૧
સેમી-ફાઈનલિસ્ટ – ગ્રુપ-૧ અને ગ્રુપ-૨ની લીગ મેચ બાદ બંને ગ્રુપમાંથી જે બે-બે ટીમ પોઈન્ટ ટેબલ પર ટોપ પર હશે તેઓ સેમી-ફાઈનલમાં પહોંચશે.
ક્વોલિફાય થઈ ચૂકેલી આઠ ટીમ
આઈસીસી રેન્કિંગના કટઓફ ટાઈમ વખતે જે આઠ ટીમ ટી-૨૦ રેન્કિંગમાં હતી તેમાં ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
અને વધુ ચાર ઉમેરાશેઃ આ આઠ ટીમો ઉપરાંત ગ્રુપ-એની ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદની ટોચની બે અને ગ્રુપ-બીની ટોચની બે એમ ચાર ટીમ ઉમેરાશે. કુલ ૧૨ ટીમ વચ્ચે સુપર-૧૨નો મુકાબલો યોજાશે.
રાઉન્ડ-૧નો કાર્યક્રમ
ઓક્ટોબર
૧૭ ઓક્ટો. ઓમાન-પપુઆગુએના
૧૭ ઓક્ટો. બાંગ્લાદેશ-સ્કોટલેન્ડ
૧૮ ઓક્ટો. આયર્લેન્ડ-નેધરલેન્ડ
૧૮ ઓક્ટો. શ્રીલંકા-નામિબીયા
૧૯ ઓક્ટો. સ્કોટલેન્ડ-પપુઆ
૧૯ ઓક્ટો. ઓમાન-બાંગ્લાદેશ
૨૦ ઓક્ટો. નામિબીયા-નેધરલેન્ડ
૨૧ ઓક્ટો. બાંગ્લાદેશ-પપુઆ
૨૧ ઓક્ટો. ઓમાન-સ્કોટલેન્ડ
૨૨ ઓક્ટો. નામિબીયા-આયર્લેન્ડ
૨૨ ઓક્ટો. શ્રીલંકા-નેધરલેન્ડ
• આ તમામ મેચ મસ્કત, અબુધાબી
અને શારજાહમાં રમાશે.
સુપર-૧૨ મુકાબલા
૨૩ ઓક્ટો. ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા
૨૩ ઓક્ટો. ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ
૨૪ ઓક્ટો. એ-૧ – બી-૨
૨૫ ઓક્ટો. અફઘાનિસ્તાન – બી-૧
૨૬ ઓક્ટો. સાઉથ આફ્રિકા - વેસ્ટ ઈન્ડિઝ
૨૭ ઓક્ટો. બી-૧ – એ-૨
૨૮ ઓક્ટો. ઓસ્ટ્રેલિયા - એ-૧
૨૯ ઓક્ટો. પાકિસ્તાન-અફઘાનિસ્તાન
૩૦ ઓક્ટો. સાઉથ આફ્રિકા - એ-૧
૩૧ ઓક્ટો. – અફઘાનિસ્તાન – એ-૨
૩૧ ઓક્ટો. ભારત-ન્યૂઝીલેન્ડ
૧ નવે. ઈંગ્લેન્ડ - એ-૧
૨ નવે. સાઉથ આફ્રિકા - બી-૨
૨ નવે. પાકિસ્તાન - એ-૨
૩ નવે. ન્યૂઝીલેન્ડ - બી-૧
૪ નવે. ઓસ્ટ્રેલિયા - બી-૨
૪ નવે. વેસ્ટ ઈન્ડિઝ – એ-૨
૫ નવે. ન્યૂઝીલેન્ડ - એ-૨
૫ નવે. ભારત - બી-૧
૬ નવે. ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ
૬ નવે. ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા
૭ નવે. ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન
૭ નવે. પાકિસ્તાન-બી-૧
૮ નવે. ભારત-એ-૨
(નોકઆઉટ સ્ટેજ)
૧૦ નવે. સેમીફાઈનલ-૧ - એ-૧-બી-૨
૧૧ નવે. સેમીફાઈનલ-૨ - બી-૧-એ-૨
૧૪ નવે. ફાઇનલ મેચ