સાઉથ આફ્રિકાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે લગ્નગ્રંથીએ જોડાયો છે. ક્રિકેટચાહકોમાં ‘કિલર મિલર’ તરીકે જાણીતા ડેવિડે આઈપીએલની નવી સીઝન શરૂ થાય તે પહેલાં કેપટાઉન ખાતે ખૂબ જ સાદાઈથી કેમિલા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મિલર અને પોલો પ્લેયર કેમિલા છેલ્લાં ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. સાઉથ આફ્રિકા ઉપરાંત આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝી માટે પણ ડેવિડ મિલર ખૂબ મહત્ત્વનો ખેલાડી છે.