ડોપિંગ કેસમાં દોષિત સ્પ્રિન્ટર પ્રિયંકા પવાર ૮ વર્ષ માટે પ્રતિબંધિત

Thursday 28th September 2017 10:25 EDT
 
 

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ ૨૦૧૪ની વિમેન્સ રિલેમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પ્રિન્ટર પ્રિયંકા પવાર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેના આઠ વર્ષનો પ્રતિબંધ લદાયો છે. પ્રિયંકાને હૈદરાબાદમાં ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવાના મામલે દોષિત જાહેર કરાઇ છે. ચેમ્પિયનશિપ ગયા વર્ષે ૨૮ જૂનથી બીજી જુલાઇ સુધી યોજાઇ હતી. ત્યારથી તેના પર અનિશ્ચિત સમયનો પ્રતિબંધ હતો.

પ્રિયંકાને ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક માટેની ચાર બાય ૪૦૦ મીટર રિલે માટે પસંદ કરવામાં આવી હતી, પણ બાદમાં તેની ટીમમાંથી પડતી મૂકાઇ હતી. પ્રિયંકા અગાઉ ૨૦૧૧માં પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. બે વર્ષના પ્રતિબંધ બાદ તેણે ૨૦૧૩માં પુનરાગમન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter