તો યુરોપની બિગ ફાઇવ ફૂટબોલ લીગને તોતિંગ આર્થિક ફટકો

Saturday 28th March 2020 05:06 EDT
 
 

લંડન: કોરોના વાઇરસના કારણે ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ કેલેન્ડરને મોટી ઇફેક્ટ થઈ છે અને ઘણી ટૂર્નામેન્ટ તથા ચેમ્પિયનશીપને રદ કરવામાં કે સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે સૌથી મોટી અસર યુરોપની વિવિધ ફૂટબોલ ઇવેન્ટ ઉપર પડી છે. ફૂટબોલની વર્તમાન સિઝનને જો હવે રદ કરવામાં આવે તો યુરોપની પાંચ ટોચની લીગને લગભગ ૩.૭૫ બિલિયન પાઉન્ડ (૪.૩૩ બિલિયન યૂરો)નું નુકસાન થઈ શકે છે. પ્રત્યેક લીગ હવે લગભગ તેના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. બ્રિટનની એક એકાઉન્ટિંગ કંપનીએ કરેલી ગણતરી મુજબ આ રકમમાં મેચના દિવસ, બ્રોડકાસ્ટ તથા કોમર્શિયલ રેવન્યૂનો સમાવેશ થાય છે. ટીમોના લોકપ્રિયતાના આધારે પણ જાહેરખબર તથા ગેટ મની પણ વધી શકે છે.
યુરોપની પાંચ ટોચની ફૂટબોલ લીગમાં પ્રીમિયર લીગ, લા લીગા, જર્મન બુંદેશલીગા, ઇટાલીની સિરીઝ-એ તથા ફ્રાન્સની લીગ-૧ સામેલ છે. એક અંદાજ મુજબ, જો ઈંગ્લેન્ડની પ્રીમિયર ફૂટબોલ લીગ રદ કરાય તો અન્ય લીગની સરખામણીમાં ઇપીએલને સૌથી મોટો ફટકો પડી શકે છે. તેની આવકના ૧.૨૫ બિલિયન યૂરોનો ધુમાડો થઈ જશે.

ઈપીએલને સૌથી મોટો ફટકો પડશે

તમામ લીગના આયોજકો પાસેથી બ્રોડકાસ્ટિંગ કંપની નાણાં પાછા માગી રહી છે કારણ કે બંને વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ જો મેચ રદ થાય અથવા સિઝન પૂરી ના થાય તો અમુક ટકાની રકમ પાછી આપવાની રહે છે. આ રકમ પણ લાખો પાઉન્ડની થાય છે. ઇપીએલમાં સૌથી ઓછી મેચો બાકી રહી હોવાના કારણે તેને સૌથી મોટો ફટકો પડશે. બુંદેશલીગામાં માત્ર ૧૮ કલબો રમતી હોવાના કારણે તેને સૌથી ઓછું નુકસાન થાય તેવી સંભાવના છે. સ્પેનની લા લીગા બ્રોડકાસ્ટર પાસેથી મળનારી અંદાજે ૬૦૦ મિલિયન યુરો તથા સિરીઝ-એ લીગ ૪૫૦ મિલિયન યુરોની રકમ ગુમાવશે. ટોચની લીગોને સંકટમાં જોઈને યુઇએફએ કલબ સિઝનને ૩૦મી જુન સુધી પૂરી કરવાનો પ્રયાસ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter