સોનેપત: મેરિકોમના શરૂઆતના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત ઇબોમ્ચા સિંહે કહ્યું કે તે ભલે આજે એક મેચ હારી છે, પણ ભારતીય બોક્સિંગને જીતનારી મેરીકોમ છે મેં તેને માત્ર બોક્સિંગ શીખવાડ્યું પણ તેણે વિશ્વનેં રમતનો પાઠ શિખવાડી દીધો. તેને ખ્યાલ હતો કે આજે તેની જીત છે, પણ રેફરીના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો નહીં. તેણે હાર સ્વીકારી કરી. નોંધનીય છે કે કોલંબિયાની વિકટોરિયા ઇનગ્રિટ વેન્લેન્સિયા સામે મેચ લડનારી મેરીકોમ બે સીધા સેટમાં વિજેતા બનવા છતાં રેફરીના અન્યાયપૂર્ણ નિર્ણયના કારણે પરાજિત જાહેર થઇ હતી.
કોચ ઇમ્બોચા સિંહે રડતા રડતા કહ્યું હતું કે, ‘મેરીકોમ રમત પ્રત્યે જે સમર્પણ આજથી ૨૦ વર્ષ પહેલા આપતી હતી, તે આજે પણ ઓલિમ્પિક રિંગમાં ઉતરતી વખતે જાળવી રાખ્યું. એક દિગ્ગજ વ્યક્તિ જ પોતાની હાર બાદ વિનમ્ર રહે છે. તેની રમત પ્રત્યેની ભાવનાને જોઇને મને તેના પર જ નહીં પણ મારા પર પણ ગર્વ થાય છે કે મેં તેને બોક્સિગ શિખવાડ્યું. મેરીકોમ તમે ખૂબ રમ્યા, તમે હાર્યા નહીં પણ જીત્યા છે. મેરીકોમને રેફરીના ખોટા નિર્ણયે હરાવી છે. આજ જેટલી ખરાબ રેફરી સિસ્ટમ મેં ક્યારેય જોયું નથી. તેનું ડિફેન્સ અને પંચ એકદમ બરાબર રહ્યું હતું. હોલની પોઇન્ટ સિસ્ટમ પણ બરાબર નહોતી.’ મેરીકોમને કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેન્લેન્સિયાએ ૩-૨ (૩૦-૨૭, ૨૯-૨૮, ૨૭-૩૦, ૨૯-૨૮, ૨૮-૨૯)થી હરાવી હતી.