દીપિકા પલ્લીકલ નેશનલ સ્કવોશ ચેમ્પિયન

Tuesday 19th July 2016 11:29 EDT
 
 

મુંબઇઃ દીપિકા પલ્લીકલ કાર્તિકે ભૂતપૂર્વ ચેમ્પિયન જોશના ચિનપ્પાને હરાવીને ૭૩મી સિનિયર રાષ્ટ્રીય સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. પાંચ વર્ષ બાદ નેશનલ ટૂર્નામેન્ટમાં રમી રહેલી વર્લ્ડની ૧૯મા ક્રમની ખેલાડી દીપિકાએ હરીફ જોશનાને ૪૩ મિનિટમાં ૪-૧૧, ૧૧-૬, ૧૧-૨, ૧૧-૮થી પરાજય આપ્યો હતો.
મેન્સ સિંગલ્સનો ખિતાબ ભૂતપૂર્વ ચેમ્પિયન અને ટોચના ક્રમાંકિત સૌરવ ઘોષાલના નામે રહ્યો હતો. તેણે ૧૧મી વખત ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે પાંચ ગેમ સુધી રમાયેલા મુકાબલામાં ચોથા ક્રમાંકિત હરિન્દર પાલ સિંહ સંધૂને પરાજય આપ્યો હતો. ઘોષાલે ૮૮ મિનિટમાં ૧૧-૭, ૭-૧૧, ૩-૧૧, ૧૧-૮, ૧૪-૧૨થી વિજય મેળવ્યો હતો. આ સાથે તેણે પી. કે. નરપત સિંહની ૧૯૪૬થી ૧૯૫૫ સુધી ૧૦ વખત ટાઇટલ જીતવાની ઉપલબ્ધિને પાછળ રાખી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter