મુંબઇઃ ભારતના એક સમયના માસ્ટરબ્લાસ્ટર બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને આઇપીએલ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવતા કહ્યું છે કે - ધોની જેવો કેપ્ટન ક્યારેય મળ્યો નથી. અને આગળ ક્યારેય નહીં મળે. ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ચેન્નઈના કેપ્ટન તરીકે 200 મેચ પૂર્ણ કરી છે. 41 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી હતો.
ગાવસ્કરે કહ્યું કે, ‘ચેન્નઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું જાણે છે. આ ધોનીની કેપ્ટન્સીમાં જ શક્ય બન્યું છે. 200 મેચમાં કેપ્ટન્સી કરવી ખરેખર ઘણું મુશ્કેલ છે. તેના કારણે ખેલાડીના પ્રદર્શન ૫૨ અસર થાય છે, પરંતુ માહીની વાત અલગ છે. તે એક હટકે કેપ્ટન છે. તેના જેવો કેપ્ટન આજસુધી મળ્યો નથી અને ભવિષ્યમાં પણ નહીં મળે.’