મુંબઇ: વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસે રવાના થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ સોમવારે બંને પ્રવાસ માટે ટીમોની જાહેરાત કરી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20માં હાર્દિક પંડ્યા અને વન-ડેમાં શિખર ધવન કેપ્ટન્સી કરશે. આ બન્ને પ્રવાસમાં રોહિત-કોહલીને આરામ અપાયો છે.
ન્યૂઝીલેન્ડમાં 3 વન-ડે અને 3 ટી-20 રમાશે, જેનો પ્રારંભ 18 નવેમ્બરે ટી-20 મેચથી થશે. બાંગ્લાદેશમાં 2 ટેસ્ટ અને 3 વન-ડે રમાશે, જેનો પ્રારંભ 4 ડિસેમ્બરથી થશે. સીરિઝમાં ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા 96 દિવસ બાદ કમબેક કરશે. વન-ડે અને ટી-20માંથી અશ્વિનની બાદબાકી કરાઈ છે, જ્યારે પૃથ્વી શો, સરફરાઝ ખાન, હનુમા વિહારી સહિતના ખેલાડીઓને તક આપવામાં આવી નથી.
બાંગ્લાદેશ સામે વન-ડે અને ટેસ્ટ ટીમ
• વન-ડેઃ રોહિત (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), ધવન, કોહલી, રજત પાટીદાર, શ્રેયસ, રાહુલ ત્રિપાઠી, પંત (વિકેટકીપર), કિશન (વિકેટકીપર), જાડેજા, અક્ષર, સુંદર, શાર્દુલ, શમી, સિરાજ, દીપક, યશ દયાલ
• ટેસ્ટઃ રોહિત (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), ગિલ, પૂજારા, કોહલી, પંત (વિકેટકીપર), ભરત (વિકેટકીપર), શ્રેયસ, અશ્વિન, જાડેજા, અક્ષર, કુલદીપ, શાર્દુલ, શમી, સિરાજ, ઉમેશ
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 અને વન-ડે ટીમ
• ટી-20: હાર્દિક (કેપ્ટન), પંત (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), ગિલ, કિશન, હુડ્ડા, સૂર્યકુમાર, શ્રેયસ, સેમસન (વિકેટકીપર), સુંદર, ચહલ, કુલદીપ, અર્શદીપ, હર્ષલ, સિરાજ, ભુવનેશ્વર, ઉમરાન
• વન-ડે: ધવન (કેપ્ટન), પંત (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), ગિલ, હુડ્ડા, સૂર્યકુમાર, શ્રેયસ, સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ, શાહબાઝ, ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ, દીપક, કુલદીપ સેન, ઉમરાન