પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા ચેરિટી માટે વિક્રમી ફંડ એકત્ર

Wednesday 19th July 2017 07:06 EDT
 
 

લંડનઃ છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી અને બિઝનેસ કોમ્યુનિટીએ આ ભંડોળ માટે ભારે પ્રતિસાદ આપ્યો હતો. પ્રાઈડવ્યૂ પ્રોપર્ટીઝે ૧૩ રનથી મોનાર્ક કોમર્શિયલને હરાવી પ્રાઈડવ્યૂ ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરી હતી. જ્યારે જેડ ફાર્મસીએ ૧૯ રનથી લોગીકેરને હરાવી સતત ત્રીજી વખત પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ હાંસલ કર્યો હતો.

આ ભંડોળમાંથી ચેરિટી દ્વારા ભારતમાં ચલાવાતા ત્રણ પ્રોજેક્ટ માટે નાણા આપવામાં આવનાર છે. એજ્યુકેટ ફોર લાઈફ પ્રોજેક્ટ રાજસ્થાનની અંતરિયાળ કોમ્યુનિટીમાં ૮૦૦ બાળકોની સ્કૂલને ભંડોળ પાળવશે. ગત વર્ષે અહીં નવું કિચન પણ તૈયાર કરવામાં પ્રાઈડવ્યૂ દ્વારા ફંડ અપાયું હતું. પ્રોજેક્ટ ચિરાગ અંતર્ગત રાજસ્થાનના દૂરના ગામડાંઓમાં સોલાર આધારિત વીજળી પૂરી પડાય છે. એબલ ટ્રસ્ટ પ્રોજેક્ટ હેઠળ હરિયાણામાં છોકરીઓ માટે અનાથાશ્રમનું નિર્માણ કરાઈ રહ્યું છે.

પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ ટુર્નામેન્ટમાં ત્રણ ગ્રૂપમાં કુલ ૧૦ ટીમે ભાગ લીધો હતો. ક્રિકેટની સાથોસાથ લેડીઝ બોલ-આઉટમાં ૫૦ મહિલાએ ભાગ લીધો હતો, જેમાં ‘વન કાઈન્ડ એક્ટ’ની ચિત્રા પ્રાશરે પ્રથમ ઈનામ મેળવ્યું હતું. સ્થાનિક બિઝનેસીસે પોતાના માલસામાન અને સેવાને પ્રમોટ કરવા માર્કેટ સ્ટોલ્સ નાખ્યા હતા. રેફલ્સ અને હરાજી ઉપરાંત, બાળકો માટે પણ અવનવી રમતો રાખવામાં આવી હતી. રેફલ્સમાં ૨,૦૦૦ પાઉન્ડ અને હરાજીમાં ૭,૨૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter