નવી દિલ્હીઃ સ્ટાર ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ ૬૫ કિગ્રા વર્ષમાં વર્લ્ડ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. વર્તમાન સત્રમાં પાંચ પદક જીતનારા ૨૪ વર્ષીય પુનિયાએ ૯૬ પોઇન્ટ સાથે પહેલો ક્રમાંક મેળવ્યો છે. ચાલુ વર્ષે બજરંગ પુનિયાએ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બજરંગ બાદ બીજા ક્રમે ૬૬ પોઇન્ટ સાથે એલેઝાંદ્રો છે. યાદીમાં રશિયાનો અખમદ ચાકેઈવ ત્રીજા અને નવો વિશ્વ ચેમ્પિયન તાકુતો ઓટોગુરો ચોથા ક્રમાંકે છે. બજરંગ ભારતનો એકમાત્ર પુરુષ પહેલવાન છે જેને વર્લ્ડ રેન્કિંગમાં ટો૫-૧૦ પહેલવાનોમાં સ્થાન મળ્યું છે.