બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર

Sunday 09th October 2022 05:10 EDT
 
 

મુંબઇઃ તમામ અટકળો વચ્ચે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બુમરાહની બહાર થવાની માહિતી આપી છે. ઇજાનો સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બોર્ડની મેડિકલ ટીમે બુમરાહના બહાર થવાની પુષ્ટિ કરી હતી. વર્લ્ડ કપ માટે બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
બુમરાહ એશિયા કપમાં રમી શક્યો નહોતો. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની ટી20 સિરીઝમાં વાપસી થઈ હતી. જોકે તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તેને બીજી મેચમાં તક મળી અને શાનદાર બોલિંગ કરી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને યોર્કર બોલ પર બોલ્ડ કર્યો હતો. જે બાદ ફિન્ચે બુમરાહની પ્રશંસા કરી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter