નવી દિલ્હીઃ ભાજપ સાંસદ બ્રિજભૂષણસિંહ સામે યૌનશોષણનો કેસ કરનાર મહિલા પહેલવાનો પાસેથી દિલ્હી પોલીસે આરોપોના સમર્થનમાં ફોટા-વીડિયો તેમજ વોટસએપ ચેટિંગનાં પુરાવા માંગ્યા છે. સરકાર સાથેની મંત્રણામાં મહિલા પહેલવાનોને બ્રિજભૂષણ સામે પગલાં લેવાશે તેવી ખાતરી અપાઇ હોવાથી 15 જૂન સુધી આંદોલન મુલત્વી રખાયું છે.
બીજી તરફ, આ કેસમાં બ્રિજભૂષણસિંહ સામે કેસ થયા બાદ પોલીસ પણ પોતાની રીતે પૂરાવા એકઠા કરવાના પ્રયાસો કરી રહી છે. પોલીસે બે મહિલા પહેલવાનો પાસેથી બ્રિજભૂષણસિંહ તેમને ભેટતા હોય તેવો પુરાવા રજૂ કરતો ફોટો માંગ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસના આવા અભિગમની ટીકા થઇ રહી છે. પહેલવાનો અને તેનાં સગાંને ધમકીભર્યા ફોન કરાયા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.