બ્રિટિશ ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રૂ. ૧૪ કરોડનું કોમ્પલેક્સ

Saturday 30th July 2016 07:40 EDT
 
 

રિયોઃ રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભ આડે ગણતરીના દિવસો બાકી છે, છતાં હજુ તૈયારીઓ અધૂરી જ છે. આથી વિદેશી ટીમો પરેશાન છે. ખાસ કરીને યુરોપીયન ટીમોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. જોકે બ્રિટને આ સમસ્યામાંથી અનોખો રસ્તો કાઢ્યો છે. બ્રિટિશ ખેલાડીઓને ઓલિમ્પિક સ્પર્ધાની ટ્રેનિંગ માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે બ્રિટિશ ઓલિમ્પિક કમિટિ અને સરકારે આશરે ૧૪ કરોડ રૂપિયાના ખર્ચે એક ખાસ કોમ્પલેક્સ બનાવડાવ્યું છે.
કોઇ લક્ઝુરિયસ હોટેલ જેવો દેખાવ ધરાવતું આ કોમ્પલેક્સ બોલે હોરિઝોન્ટેમાં આવેલું છે. જેમાં ૫૦ મીટરની લંબાઈવાળો ઓલિમ્પિક સ્વિમિંગ પૂલ પણ સામેલ છે. આ ઉપરાંત કોમ્પલેક્સમાં ચારેબાજુ બ્રિટિશ રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવેલા છે. ખેલાડીઓને રિફ્રેશ થવા માટે અહીં રેસ્ટોરાંથી માંડીને હળવી રમતોની સુવિધા પણ અહીં ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત એથ્લિટ્સ માટે સિન્થેટિક ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેલાડીઓને જરૂરતને ધ્યાનમાં રાખીને અત્યંત આધુનિક જિમ્નેશિયમ, ટ્રેનિંગ માટેની તમામ સવલતો પણ અહીં પૂરી પાડવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter