લંડનઃ બ્રિટન ક્રિકેટની રમતનું જન્મદાતા મનાય છે પરંતુ બ્રિટિશરો માટે તે સૌથી બોરિંગ રમતોની યાદીમાં ટોપ-૩માં છે. પોલિંગ કંપની યૂ ગવ દ્વારા લોકો પાસેથી ૧૭ રમતો માટે બોરિંગ, ઘણી બોરિંગ, ન બોરિંગ ન રસપ્રદ અને રસપ્રદ, ઘણી રસપ્રદના વિકલ્પ સાથે મત લેવાયો હતો. ક્રિકેટને ૫૮ ટકા લોકોએ બોરિંગ કે ઘણી બોરિંગની શ્રેણીમાં રાખી હતી. ક્રિકેટથી વધુ બોરિંગ રમત ફક્ત અમેરિકન ફૂટબોલ અને ગોલ્ફ ગણાઈ હતી. ગોલ્ફને ૭૦ ટકા લોકોએ અને અમેરિકન ફૂટબોલને ૫૯ ટકાએ બોરિંગ કે ઘણી બોરિંગ ગણાવી હતી. ૧૭ ટકા લોકોએ ક્રિકટને ના તો બોરિંગ અને ના રસપ્રદની શ્રેણીમાં રાખી હતી. માત્ર ૨૨ ટકા લોકોએ ક્રિકટને ઘણી રસપ્રદ ગણાવી હતી.
લોકોએ ૧૭માંથી ફક્ત પાંચ રમતોને રસપ્રદ અથવા વધુ રસપ્રદની શ્રેણીમાં રાખી હતી. જેમાં ૪૭ ટકા સાથે એથ્લેટિક્સ સૌથી આગળ હતું. ટેનિસ અને ફૂટબોલને ૪૩-૪૩ ટકા લોકો, રગ્બીને ૪૧ ટકા અને જિમ્નાસ્ટિકને ૩૬ ટકાએ રસપ્રદ કે વધારે રસપ્રદ ગણાવ્યું હતું. જોકે, આ રમતોને પણ બોરિંગ કહેનાર લોકો ઓછા ન હતા. ૪૦ ટકાએ ફૂટબોલને તો ૩૫ ટકાએ જિમ્નાસ્ટિકને ઘણી બોરિંગ રમત ગણાવી હતી. એથ્લેટિક્સને સૌથી ઓછાં ૨૮ ટકા લોકોએ બોરિંગ ગણાવી હતી. ટેનિસને ૩૩ ટકાએ બોરિંગની શ્રેણીમાં રાખી હતી.
ટોપ-૫ બોરિંગ રમત ટોપ-૫ રસપ્રદ રમત
ગોલ્ફ ૭૦ ટકા એથ્લેટિક્સ ૪૭ ટકા
અમેરિકન ફૂટબોલ ૫૯ ટકા ટેનિસ ૪૩ ટકા
ક્રિકેટ ૫૮ ટકા ફૂટબોલ ૪૮ ટકા
ડાર્ટ ૫૮ ટકા રગ્બી યુનિયન ૪૧ ટકા
સ્નૂકર ૫૭ ટકા જિમ્નાસ્ટિક ૩૬ ટકા