ભારત-ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ નવમીથી

Tuesday 02nd December 2014 05:22 EST
 

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હ્યુજીસના ઘરઆંગણે એડિલેડ પર નવ ડિસેમ્બરે મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે.

એડિલેડ ટેસ્ટના ત્રણ દિવસ બાદ બ્રિસબેનમાં બીજી ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી શરૂ થશે. સિડનીની છેલ્લી ટેસ્ટ ત્રણ દિવસ પાછી ઠેલાઈ છે અને એ છ જાન્યુઆરીથી શરૂ થશે. જ્યારે મેલબોર્નમાં બોક્સિંગ ડે પર ત્રીજી ટેસ્ટ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ ૨૬ ડિસેમ્બરથી રમાશે.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter