• મહામનોરંજનઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનું બહુમાન ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચના પ્રારંભ પૂર્વે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શંકર મહાદેવન, સુખવિન્દર, અરિજિંત સિંહ, નેહા કક્કર જેવા સ્ટાર સિંગર્સે પર્ફોર્મ કર્યું હતું.
• 40 ચાર્ટર્ડ ફ્લાઇટઃ ટોચની સેલિબ્રિટી, મોટા બિઝનેસમેન સહિતના મહાનુભાવોની ઓછી હાજરીના લીધે માત્ર 40 ફ્લાઇટની અવરજવર હતી. એનઆરઆઈ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, જેએસડબલ્યુ સિમેન્ટના એમડી પાર્થ જિંદાલ, ટોચના બેન્કર દીપક પારેખ, જે.કે. સિમેન્ટના સીઈઓ માધવકૃષ્ણ સિંઘાનિયા અને હેવલ્સના એમડી અનિલરાય ગુપ્તા આવ્યા હતા.
• વ્યૂઅરશીપનો રેકોર્ડઃ ભારત-પાક.મેચ નિહાળવા દોઢ લાખ ક્રિકેટપ્રેમી સ્ટેડિયમ પહોંચ્યા હતા. તો બીજી તરફ ઓનલાઇન ઓટીટી પ્લેટફોર્મ પર પણ રેકોર્ડબ્રેક 3.1 કરોડ દર્શકોએ લાઇવ મેચ નિહાળી હતી. મેચે વ્યૂઅરશિપના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
• 600 પ્રેક્ષકોની તબિયત કથળીઃ મેચ દરમિયાન 600થી વધુ પ્રેક્ષકો મૂર્છિત થઇને ઢળી પડ્યા પડ્યા હતા જ્યારે 10ને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. આકરા તાપમાં લાંબો સમય બેસવાથી મોટા ભાગના પ્રેક્ષકોને બ્લડ પ્રેશર, માથું દુ:ખવું, ચક્કર આવવા જેવી સમસ્યાનો ભોગ બન્યા હતા.
• વિદેશી ક્રિકેટચાહકો પણ પહોંચ્યાઃ ભારત-પાક. મેચ નિહાળવા અમદાવાદની 1,229 હોટલના 21 હજાર રૂમ બુક થયા હતા, જેમાંથી 390 વિદેશી નાગરિકોએ બુક કરાવ્યા હતા. યુકેમાંથી સૌથી વધુ લોકો પહોંચ્યા હતા. બ્રિટનના ક્રિકેટરસિયાઓએ હોટેલના કુલ 45 રૂમ બુક કરાવ્યા હતા. બીજા ક્રમે અમેરિકી નાગરિકોએ કુલ 34 રૂમ બુક કરાવ્યા હતા.