કોલંબોઃ ભારતની અંડર-૧૯ ટીમે ફરી એક વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે. ટીમે એક રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશને પાંચ રને હરાવ્યું હતું. ટીમે વિક્રમજનક સાતમી વખત ટાઇટલ જીત્યું છે. ૨૦૧૨માં ભારત-પાકિસ્તાન સંયુક્ત વિજેતા હતા. આ ટૂર્નામેન્ટની આઠમી સિઝન હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંપૂર્ણ ટીમ ૩૨.૪ ઓવરમાં ૧૦૬ રન કરી ઓલઆઉટ થઈ હતી. એક તબક્કે ટીમે ૬૨ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી. આ પછી આઠમા ક્રમે આવેલા કરણ લાલે ૩૭ રન કરી સ્કોરને ૧૦૦ રન પાર પહોંચાડ્યો હતો. ધ્રુવે ૩૩ રન કર્યા હતા. બાંગ્લાદેશની ટીમ ૩૩ ઓવરમાં ૧૦૧ રન કરી ઓલઆઉટ થઈ. ટીમનો સ્કોર ૮ વિકેટે ૧૦૧ રન હતો ત્યારે મહારાષ્ટ્રના અથર્વે ૨ વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. અથર્વે કુલ પાંચ વિકેટ ઝડપી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે ટૂર્નામેન્ટમાં ૧૨ વિકેટ ઝડપી હતી.