ફરી બીસીસીઆઈ અધ્યક્ષ બનવા શ્રીનિવાસને કરેલી અપીલ અંગે કોર્ટે કહ્યું કે, તમે બીસીસીઆઈ અધ્યક્ષ હોવાની સાથે આઇપીએલની ટીમના માલિક પણ છો અને તમારી ટીમના અધિકારી સટ્ટો રમતાં ઝડપાયા છે. આથી બંને પદ પર હોવાથી તમારે જવાબ આપવો પડશે કેમ કે, તેનાથી બીસીસીઆઈ અધ્યક્ષની પ્રતિષ્ઠા પર અસર પડે છે.
કોર્ટે કહ્યું હતું કે, જો અમે આ પ્રકારે ચલાવી લેશું તો તમે ક્રિકેટને ખતમ કરી નાખશો. અમે જસ્ટિસ મુકુલ મુદ્ગલના રિપોર્ટના નિષ્કર્ષને યોગ્ય માનીએ છીએ. શ્રીનિવાસને ફરીથી બીસીસીઆઈ અધ્યક્ષ બનવા રજૂઆત કરી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ અધ્યક્ષ બનવું એ સામાન્ય પ્રક્રિયા નથી. તમને મુદ્ગલ કમિટિના રિપોર્ટમાં ક્લિનચિટ અપાઇ છે એમ માની રહ્યો છો, પરંતુ તમે ક્રિકેટ બોર્ડના નિયમોનો હવાલો આપીને અધ્યક્ષ બનવા માટે રજૂઆત કરી શકો નહીં.