નવી દિલ્હીઃ ભારતની મહિલા દોડવીર દુતીચંદ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. હાઈપર એન્ડ્રોજેનિમની શિકાર દોડવીર દુતીચંદ પર પુરુષ હોવાનો આરોપ મૂકાયો હતો. જોકે હવે પ્રતિબંધ દૂર થતાં તે ફરીથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે. અહેવાલ અનુસાર, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ઓફ સ્પોર્ટ્સે (સીએએસ) દુતીચંદ પર ઇન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશન (આઈએએફ) દ્વારા લગાવાયેલા પ્રતિબંધને બે વર્ષ માટે ટાળી દીધો છે. દુતીચંદે આઈએએફના પ્રતિબંધના ચુકાદાને સીએએસમાં પડકાર્યો હતો. સીએએસે કહ્યું કે, જિન્સને કારણે કોઈ મહિલામાં સામાન્યથી વધુ માત્રામાં ટેસ્ટોસ્ટેરોન બનતું હોય છે. આ સંજોગોમાં તે મહિલાને પુરુષ ગણવી ખોટું છે.