ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને સીરિઝની એકમાત્ર ટેસ્ટમાં 347 રનની વિક્રમજનક સરસાઇથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો. મહિલા ટેસ્ટ ઈતિહાસમાં કોઈ પણ ટીમની આ સૌથી મોટી જીત છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 1995 બાદ કોઈ ટેસ્ટ હારી નથી. જ્યારે ભારતે ઈંગ્લિશ ટીમને 3 વખત માત આપી છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ફેબ્રુઆરી 2006 થી અજેય છે. ટીમની સપ્ટેમ્બર 2021 બાદ આ પ્રથમ ટેસ્ટ હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 428 રન અને બીજા દાવમાં છ વિકેટે 186 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડને મેચ જીતવા 479 રન કરવાના હતા, પણ તે માત્ર 131 રનમાં ઓલઆઇટ થઇ ગઇ હતી.