હ્યુજીસના નિધનના સમાચારથી ક્રિકેટજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની ત્રીજી ટેસ્ટમેચની બીજા દિવસની રમત રદ કરી દેવામાં આવી હતી તો ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ડિસેમ્બરે રમાનારી પ્રથમ ટેસ્ટ પણ પડતી મૂકાઇ હતી. વિશ્વભરના ક્રિકેટરોએ હ્યુજીસના મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.
નસ ફાટવાથી મૃત્યુ
તબીબી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હ્યુજીસને માથાના પાછલા ભાગ પર બોલ વાગ્યો ત્યારે તેની ઝડપ ૧૪૦ કિ.મી.ની હતી. બોલ વાગવાથી મસ્તક સુધી જતી રક્તવાહિની ફાટી ગઇ હતી અને બ્લીડિંગ થયું હતું. ડોક્ટર ટોની ગ્રેબ્સના જણાવ્યા પ્રમાણે આ વિચિત્ર દુર્ઘટના હતી. ક્રિકેટમાં આવો કેસ પહેલાં ક્યારેય નથી જોયો. ઇતિહાસમાં અત્યાર સુધી ૧૦૦ કેસ આવ્યા છે.