નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંનો એક માનવામાં આવે છે. આ દિગ્ગજ બોલરને લાગે છે કે જો વિરાટ કોહલી તેના સમયકાળમાં રમતો હોત તો તે એટલા રન બનાવી શક્યો ન હોત જેટલા હાલમાં તેણે બનાવ્યા છે. અખ્તરનું કહેવું છે કે તેમાં કોઇ શંકા નથી કે કોહલી એક મહાન ક્રિકેટર છે પણ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સામે પોતાનું પલ્લું ભારે હોત.
અખ્તર કહે છે કે કોહલી તેની સામે માંડ 20-25 સદી જ નોંધાવી શક્યો હોત. નોંધનીય છે કે 2010માં શ્રીલંકામાં એશિયા કપ દરમિયાન અખ્તર અને કોહલી ભારત-પાકિસ્તાન ટીમમાં હતા. જોકે કોહલી ઝડપથી આઉટ થઇ જવાના કારણે બન્નેનો આમનોસામનો થઇ શક્યો ન હતો. આ મેચ અંગે કોહલીએ પણ એક વાર કહ્યું હતું કે અખ્તર તેની કેરિયરના અંત ભાગમાં પણ ભારે ઘાતક લાગતો હતો. મને લાગ્યું હતું કે જ્યારે તે પોતાની પીક
પર હશે ત્યારે કોઇ પણ બેટ્સમેન તેનો સામનો કરવા નહી
માંગતો હોય.